Saturday, October 14, 2023

બાળગીત : પૈસાનો ગલ્લો

પૈસાનો ગલ્લો મારો આ પૈસાનો ગલ્લો,

મિત્રોને મોજ કરાવતો આ મારો ગલ્લો.

મામા મારા આવે અને મને આપે પૈસા,

પૈસા જોઈને મિત્રો કરતા 'તા હૈસા હૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

માસી મારા આવે અને મને આપે પૈસા,

પૈસા જોઈને મિત્રો વિચારતા કૈસા કૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

કાકા મારા આવે અને મને આપે પૈસા,

પૈસા લઇને મિત્રો તો કરતા જલસા જલસા.

           પૈસાનો ગલ્લો મારો…

ફૈ'બા મારા આવે અને મને આપે પૈસા,

મિત્રો પણ મારા ન હતા કોઈ જૈસા તૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

દિવાળી પર ગલ્લો તોડી આપું હું પૈસા,

પૈસા મળતા મિત્રોને થઈ જાતા ટૈસા ટૈસા.

            પૈસાનો ગલ્લો મારો…

                © ફાલ્ગુન કુમાર 'તથાગત'

સરસ મજાના બાળગીતો જોવા માટે.....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com

No comments:

Post a Comment