Monday, June 19, 2023

બાળગીત : એક વટાણો


બાળગીત : 3 એક વટાણો 


એક વટાણો નીંદમાંથી જાગી રમવા માટે ચાલ્યો,

દોડતા દોડતા પડી ગયો કે હાથ ન કોઈએ ઝાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી જમવા માટે ચાલ્યો,

જમતા જમતા મોટો રોટલો હાથીની જેમ ફાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી ભમવા માટે ચાલ્યો,

ભમતા ભમતા આખી દુનિયા થઈ ગયો એ ટાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી નાહવા માટે ચાલ્યો,

નાહતા નાહતા મગરના મોં માં હાથ એનો ઘાલ્યો.


એક વટાણો નીંદમાંથી જાગી ભણવા માટે ચાલ્યો,

ભણતા ભણતા માસ્તરે તેને પહેલો નંબર આલ્યો.


                                © ફાલ્ગુન કુમાર 'તથાગત'

સરસ મજાના બાળગીતો જોવા માટે....

અહીં ક્લિક કરો.

જો આપ લેખક છો અને આપની રચનાઓને પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માંગો છો તો આજે જ 'તથાગત પ્રકાશન' નો સંપર્ક કરો.

સંપર્ક :

ફાલ્ગુન કુમાર 'તથાગત'

MO. 9898717335

E.MAIL : publicationtathagat@gmail.com

                  puranifalgun@gmail.com

No comments:

Post a Comment