મારો પરિચય

 હું ફાલ્ગુન કુમાર 'તથાગત' એક શિક્ષક, એન્કર અને બાળ સાહિત્યકાર છું. બાળ સાહિત્ય અને બાળ શિક્ષણમાં મને ખુબ રસ છે. 

આ બ્લોગ દ્વારા હું બાળ સાહિત્ય અને શિક્ષણને ફેલાવા માંગુ છું. જેમાં તમે મદદ કરશો તેવી આશા રાખું છું.

આપનો ભવદીય

ફાલ્ગુન કુમાર 'તથાગત'


મારો પરિચય :


અરબ સાગરની ખાડીમાં આવેલ નવાબી નગર ખંભાતના વતની શ્રી. ફાલ્ગુન કુમાર 'તથાગત' જે એક આદર્શ શિક્ષક, યુ-ટ્યૂબર, બ્લૉગર, એન્કર, ગ્રાફિક્સ ડિઝાઈનર અને યુવા બાળસાહિત્યકાર છે. 

     તેઓ છેલ્લા બાર વર્ષથી સતત બાળકોને શિક્ષણકાર્યનું ભાથું પીરસી રહયા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીમાં તેઓ પી.ટી.સી તેમજ અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલ છે. હાલમાં તેઓ કેન્દ્રીય વિધાલય વિરમગામ માં પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની શૈક્ષણિક ફરજ બજાવી રહ્યા છે. 

     તેમણે એક સહિયારું બાળગીત પુસ્તક 'ટમટમ તારલિયા' પ્રકાશિત કર્યું છે. ઉપરાંત એક સહિયારું બાળગીત પુસ્તક 'અલપ ઝલપ બાળગીતો' અને એક સહિયારું બાળવાર્તા પુસ્તક 'ઉગતો સુરજ' એમ બે પુસ્તકોનું સંપાદન અને સંકલન કાર્ય કર્યું છે, 

     બાળ શિક્ષણ અને બાળ સાહિત્યને સમર્પિત એવા બાળ લેખક શ્રી. ફાલ્ગુન કુમાર 'તથાગત' એ 'તથાગત પ્રકાશન' ના માલિક અને 'તથાગત સેવા સંઘ' ના પ્રમુખ પણ છે.

                 શ્રી. તુષાર ગાંગેવ 'હાર્દ'

(પ્રાથમિક શિક્ષક)

     એલ. ડી. પટેલ પ્રા. શાળા, તારાપુર

(તા. તારાપુર, જી. આણંદ)



No comments:

Post a Comment