બાળગીત

બાળગીત : 2 કાળો ધુમાડો… કાળો કાળો ધુમાડો, આ કાળો કાળો ધુમાડો….(૨) ચારે બાજુ જયાં જુઓ ત્યાં ધુમાડો જ ધુમાડો. કાળો કાળો ધુમાડો… મિલના ભૂંગડામાંથી 'ને ફેકટરીની ચીમનીમાંથી…(૨) ધક ધક ધક ધક નીકળતો, કાળો કાળો ધુમાડો. કાળો કાળો ધુમાડો… ટ્રેનના એન્જીનમાંથી, બાઈકના સાઇલેન્સરમાંથી…(૨) ધક ધક ધક ધક નીકળતો, કાળો કાળો ધુમાડો. કાળો કાળો ધુમાડો… ચૂલાઓના લાકડામાંથી 'ને કચરાના ઢગલામાંથી…(૨) ધક ધક ધક ધક નીકળતો, કાળો કાળો ધુમાડો. કાળો કાળો ધુમાડો…

No comments:

Post a Comment